Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની રાત્રીએ પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળાની હત્યા કરી હતી. આ ઘટનામાં સાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યારો બનેવી ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામનો સુનિલ ગામીત તેની પત્નીને લેવા અંકલેશ્વરના ગડખોલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટીમાં સાસરીમાં આવ્યો હતો. અહીં તે પત્ની સાથે મારઝૂડ કરતો હતો, જેના કારણે સાળા ભાવિન પંકજ ગામીત અને અન્ય સાસરિયાઓ સાથે તેની માથાકૂટ થઈ હતી.આ માથાકૂટ દરમિયાન બનેવી સુનિલ ગામીતે તેના સાળા ભાવિન પંકજ ગામીતને છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે ભાવિનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.હત્યાના આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી સુનિલ ગામીત ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: