
ઓલપાડ ના દેવા મારવાડી ની બિયર ભરેલી એસ.યુ.વી કાર સાથે સુરત કઠોદરા નો ઈસમ ઝડપાયો હતો.
https://www.instagram.com/reel/DQbKJPziAWX/?igsh=MTh3dmxwMDNieDBkZA==
પોલીસે 1.42 લાખ નો દારૂ અને એસ.યુ.વી કાર, મોબાઈલ મળી 8.47 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજ ના દક્ષિણ છેડા પર સુરત જતા સર્વિસ રોડ પાસે દારૂ ભરેલી એસ.યુ.વી કાર પસાર થવા ની છે જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત એસ.યુ.વી કાર નજરે પડતા પોલીસે તેને આંતરી તલાસી લેતા અંદર થી બિયર ના 22 બોક્સ માં 528 નંગ તમેજ છૂટક 264 ટીન મળી આવ્યા હતા પોલીસે ત્વરિત અસર થી 792 નંગ બિયરનો જથ્થો કિંમત રૂપિયા 1.42.560 રૂપિયા તેમજ એસ.યુ.વી કાર કિંમત રૂપિયા 7 લાખ તેમજ મોબાઈલ એક મળી કુલ 8.47 લાખ રૂપિયા નો મુદ્દામાલ માલ જપ્ત કર્યો હતો. તેમજ કાર ચાલક મૂળ સુરત ના કઠોદરા ના નીતિન સતીશ પાટણવાડીયા ની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ માં દારૂ ઓલપાડ ના દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડી નો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે દેવો મારવાડી ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ નીતિન પાટણવાડીયા ધરપકડ કરી દારૂ નો જથ્થો ક્યાં થી લાવ્યો અને અંકલેશ્વર માં કોઈને પહોંચાડવાનો હતો કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરુ કરી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.