
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે વાલિયાની વટારીયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી યુનિવર્સિટીનો થર્ડ કોન્વોકેશન સમારોહ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કોન્વોકેશનમાં 635 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.અત્યાર સુધીમા યુનિવર્સિટી દ્વારા 1 હજારથી વધુ બાળકોને વ્યવસાયિક ડીગ્રી એનાયત કરી છે.આ થર્ડ કોન્વોકેશન સમારોહમાં ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.