ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ, દશા માતાજીનાં મંદિર પાસે આજે એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું (તોડી પાડવાનું) કામ ચાલી રહ્યું હતું, જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ રોકાયેલા હતા.મકાન તૂટી પડતાં જ કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ પૈકીના એક વ્યક્તિ, ટીનાભાઈ, દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બૂમરાણ મચાવી હતી.ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયનો વ્યય કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ, ગણતરીના સમયમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા