Satya Tv News

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું સારવાર દરમ્યાન વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

https://www.instagram.com/reel/DRblwuLCHFR/?igsh=MW11bmk1bW4wZHp3Yw==

માહિતી મુજબ, ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી શાળા પરથી ઘરે જતી હતી ત્યારે ગામના જ યુવાન નરેશ વસાવાએ તેને ખેતરમાં લઈ જઈ ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ બાળકી એ પોતાની કાકીને કરી હતી.

➤ સારવારમાં મોટા બોટલા, પરિવારનો આક્ષેપ

પહેલા નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાથી સારવાર મળી નહોતી.

બાદમાં રાજપીપળાની હોસ્પિટલમાં 5 દિવસ સુધી યોગ્ય સારવાર ન મળ્યાનો પરિવારનો આરોપ.

સ્થિતિ ખરાબ થતાં બાળકીને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં આજે તેનું મોત થયું.

પરિવારજનોનું કહેવું છે કે—
“પોલીસે સમયસર સહકાર આપ્યો હોત, તો દીકરી બચી શકે હતી. ફરિયાદ ન થાય ત્યાં સુધી સારવાર નહીં મળે એવું પણ કહેવામાં આવ્યું.”

➤ આરોપીની ધરપકડ

પરિવારના આક્રોશ અને દબાણ બાદ નેત્રંગ પોલીસે આરોપી નરેશ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાએ આદિવાસી વિસ્તારમાં સુરક્ષા અને તંત્રની નિષ્ક્રિયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

error: