


૫૦૦થી વધુ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શને નર્મદા જિલ્લાના યુવા રમતવીરોનો જુસ્સો વધાર્યો
રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનો સહિત કુલ ૫૦૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. નોંધનીય છે કે, જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણની રબર મેટ પર આ સ્પર્ધા યોજાઈ હતી, જેની દરેક ખેલાડીએ ખૂબ પ્રશંસા કરી હતી.
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ ભીલના માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી સ્પર્ધા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. ગુરુવારની પૂર્વ સંધ્યાએ રમાયેલી રોમાંચક ફાઈનલ મેચની સાથએ સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ હતી. આવા આયોજનથી નર્મદા જિલ્લાના રમતવીરોમાં પણ જુસ્સાવર્ધન થશે, અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા