

ડેડીયાપાડા ધી ભરૂચ- નર્મદા જિલ્લા માધ્યમિક શાળા ના કર્મચારીઓની કો.ઓ ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદ મિત્રો નું મેડિકલ હેલ્થ ચેકઅપ ફ્રી માં કરવા અંગેનું આયોજન શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે તારીખ 08/01/2026 ને ગુરૂવારના રોજ ડેડીયાપાડા તાલુકાના સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જેમા કુલ 50 સભાસદો એ બ્લડ તેમજ યુરીનના સેમ્પલ આપ્યા હતા. તમામ સભાસદો માટે અલ્પાહાર ની વ્યવસ્થા શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ હતી તમામ સભાસદોએ ધી ભરૂચ નર્મદા જિલ્લા ક્રેડિટ સોસાયટીનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા