ભરૂચના લલ્લુભાઈ ચકલાની ઠાર ની ખડકી માં મકાન માલિક નવીનભાઈ જાદવ પોતાના જૂના મકાનો ઉતારીને નવું બાંધકામ કરવાનું હોવાથી મકાન ને ઉતારવાની પ્રક્રિયા કરતી વેળાએ બાજુમાં આવેલા જીગરભાઈ કાયસ્થ અને શશીકાંતભાઈ માળીના મકાનો અચાનક ધરાશય થઈ જતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી..
ભરૂચના લલ્લુભાઈ ચકલા માં વર્ષો જૂના મકાનો આવેલા છે .મકનો જુના અને જર્જરિત હતા મકાન માલિકો પોતાના જૂના મકાનોને તોડીને ફરી વખત નવું મકાન બનાવતા રહેતા હોય આજરોજ સાંજના સમયે કારની ખડકીમાં નવીનભાઈ જાદવ પોતાના વર્ષો જૂના મકાનનુ ઉતારવા ની પ્રક્રિયા દરમિયાન બાજુમાં જ આવેલા બે મકાનોને ભારે નુકસાન પહોંચવા પામ્યો હતો સાંજના સમયે બનેલી ઘટના માં બાજુમાં રહેલા પરિવાર ઘરમાં હતો તે દરમિયાન જ ઘરની છત અને બાજુની દીવાલ ધરાશાયી થતાં ત્રણથી જણ કાટમાળમાં દબાઈ જવા ઠાર ની ખડકીમાં અફરાતફરી મચી જવા પામી હતી..મકાન ની કામગીરી દરમિયાન ધરાશય ની ઘટના માં બાજુમાં રહેતા કાયસ્થ પરિવાર ના ત્રણ વ્યક્તિ ઓ ફસાતા સ્થાનિકોએ ઘટના સ્થળે આવી નગરપાલિકા ના ફાયર ફાઈટરો ને જાણ કરતા તાત્કાલિક લાસ્કારો ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી કાટમાળ માં દબાયેલા ભાવના બેન કાયસ્થ,હિના બેન કાયસ્થ, 8 વર્ષીય નિત્યા જીગરભાઈ કાયસ્થ ને તાત્કાલિક બહાર કાઢ્યા હતા.મકાન ધારાસભ્યની ઘટનામાં સદ્નસીબે કોઇ મોટી જાનહાની થવા પામી હતી..
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ