ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે
આવનાર 19 ડિસેમ્બર ના રોજ ગુજરાત મા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે ગામમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા માટે એક અનેરો ઉત્સાહ જોવાઇ રહ્યો છે. ઉમેદવારો આજે પોતાના બહોળા સમર્થકો સાથે ભરૂચ તાલુકા પંચાયતની કચેરી ખાતે ફોર્મ ભરવા હમતી પડયા છે. ઉમટી પડેલા સમર્થકો જોઈને ઉમેદવારો પણ ખુબજ ઉત્સાહિત જણાય રહયા છે. ફોર્મ ચકાસણી પછી ફોર્મ પરત ખેંચવાના આખરી સમય પછીજ સ્પષ્ટ ચિત્ર સામે આવશે કે કેટલા વોર્ડમાં ચૂંટણી થશે કે કેટલા વોર્ડ બિનહરીફ થશે.
આ ફોર્મ ભરવાની પ્રક્રિયા મનરેગા શાખા, તાલુકા પંચાયત ભરૂચમાં ક્રમાંક 10 મા થઈ રહી છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે મહેશભાઈ કે. ગોહિલ, આંકડા મદદનીશ અને નાયબ ચૂંટણી અધિકારી તરીકે કુલદીપસિંહ દરબાર, જુ. ક્લાર્ક પોતાની ફરજ બજાવી રહયા છે.
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ