Satya Tv News

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માંથી નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે શહેરના વોર્ડમાં રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
જેમાં નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પથ્થર બેસાડવાનું, વોર્ડ નંબર ૬ માં દુબઈ ટેકરીથી નર્મદા બેકરી સુધીના આરસીસી રોડનું, વોર્ડ નંબર ૩ માં શકિતનાથ મંદિરથી બહુમાળીનાકા સુધી ટ્રીમિક્ષ રોડના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું જ્યારે વોર્ડ નંબર ૬ માં પાલિકા પ્રમુખ સહિત સ્થાનિક કાઉન્સિલરોએ ફ શ્રમિક કાર્ડની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું.

શહેરના વિવિધ વોર્ડમાં યોજાયેલ વિકાસ કાર્યના ખાતમુહૂર્તમાં ઉપપ્રમુખ નીનાબેન યાદવ, પીડબલ્યુડી ચેરમેન હેમુબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાળા, નગર સેવકો વિભૂતિબેન, હિમાલીબેન, વિશ્રુતીબેન અને દંડક ભાવિન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: