Satya Tv News

અંકલેશ્વર શહેર તાલુકા ખાતે કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

અંકલેશ્વરના શહેર અને તાલુકામાં લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેજા હેઠળ કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેમાં અંકલેશ્વર શહેરના કેલ્લાક વિસ્તાર અને બોરભાઠા બેટ ,જુના દિવા અને હરિપુરા ગામમાં વેક્સીન લીધેલ ઘર પર સ્ટીકર લગાવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. જેમણે વેક્સીન ના લીધી હોય તેઓને વેકિસન લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાત માં 31 ડિસેમ્બર સુધી કોવિદ વેક્સીન અંગે લોકોમાં જનજાગૃતિ માટે હર ઘર દસ્તક કાર્યક્રમ નું આયોજન હાથ ધર્યું છે આ કાર્યક્રમ ના ભાગ રૂપે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં જૂના બોરભાઠા બેટ ,જુના દિવા અને હરિપુરા ગામે ઘરે ઘરે જઈ ને કોવિડ વેક્સિન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું અને જે ઘર ના સભ્ય એ વેક્સીન લીધી ન હોય તેની યાદી બનાવી તેને વેક્સીન લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે,તેમજ જે ઘરના તમામ સભ્યો એ વેક્સીન લઇ લીધી છે તેવા ઘરની બહાર મારુ ઘર રસીકરણ યુક્ત કોરોના મુક્તના સ્ટીકરો લગાવ્યા હતા

આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: