Satya Tv News

૧૯૮૯મા છેલ્લી ગામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી

પત્રકાર ઝફર ગડીમલ બિનહરીફ સરપંચ નિયુક્ત કરાયા

આમોદ તાલુકાના કોલવણા ગામે ગ્રામજનો અને વડીલોએ અભૂતપૂર્વ દુરંદેશી અને સામાજિક સૌહાર્દ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ કરતા જીલ્લા અને રાજ્ય ભરમાં દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ઠેર-ઠેર ચુંટણી નો માહોલ જામવા પામ્યો છે ક્યાં ક ભાઇ -ભાઇ સામે તો ક્યાંક સગા સંબંધીઓ એકબીજા સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે આમોદ તાલુકાના કોલવણા ગામના બુધ્ધિજીવી લોકો એ સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ જાહેર કરતા રાજકીય ખેંચતાણ ના વાતાવરણ માં લોકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.ઉલ્લેખનિય છે કે ગામલોકો એ યુવા પત્રકાર પોસ્ટ ગ્રેજ્યુએટ અને સામાજિક કાર્યકર ઝફર ગડીમલને બિનહરીફ સરપંચ નિયુક્ત કર્યા છે આ ઉપરાંત તમામ વોર્ડના સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે ગ્રામજનોને જણાવ્યા અનુસાર કોલવણા ગામે છેલ્લે ૧૯૮૯ માં પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી ત્યારબાદ સતત પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. હાલ પંચાયત સમરસ જાહેર થતાં લોકોમાં ઉત્સાહ ની લાગણી વ્યાપવા પામી છે

વિડિયો જર્નલિસ્ટ ઈરફાન પટેલ સત્યા ટીવી આમોદ

error: