અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ નિમિતે અરવિંદભાઈ કતારીયાની આગેવાનીમાં દરેક સમાજને સાથે લઈને માંડવા થી અંકલેશ્વર રેલવે સ્ટેશન ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં આશરે 200 જેટલી બાઈક સાથે માંડવા ગામથી પ્રસ્થાન કરી દરેક સમાજના યુવા વર્ગ તેમજ વડીલો આ રેલી મા જોડાઈને ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી પ્રતીક કટારીયા દ્વારા ભીમ વંદન સાથે જયભીમનો નાદ કરતા આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
વીડિયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર