Satya Tv News

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપ્યો હતો

સાંસદ મનસુખભાઈએ પોતાના વિસ્તાર સંબંધિત પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે પહાડો અને વનોમાં આજે પણ એવા ઘણા ગ્રામીણ વિસ્તારો છે જ્યાં પાકી સડકની સુવિધાઓ નથી. આવા પહાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં સારી સડક ન હોવાને કારણે બજારમાં સ્કૂલોમાં તથા અન્ય કામો માટે જવા આવવા માટેલોકોને ઘણી તકલીફ પડે છે.ત્યારે મારો પ્રશ્ન એ છે કે આવા ગ્રામીણ પહાડી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા બનાવવાની યોજના છે કે કેમ?

સાંસદ મનસુખભાઇ વસાવા ના પ્રશ્નનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપતાં જણાવ્યું હતું કે યોજના તો છે જ પણ આ યોજનાની વિશેષતા એ છે કે મેદાની ક્ષેત્રમાં 500 ની વસ્તી, ડુંગરાળ વિસ્તારમાં 250ની વસ્તી અને જેમ નકસલ પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાં100 ની વસ્તી હોય એવા વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળસડક બનાવવાની યોજના મંજુર કરવામાં આવે છે.

આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સાંસદ મનસુખ વસાવાએ સાંસદ મંત્રી ને વધુ એક સવાલ પૂછ્યો હતો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓ તો મંજૂર થઈ જાય છે તે પણ કોઈ કારણ સર તે સમય મર્યાદામાં પૂરી થતી નથી. ત્યારે મારો એવો સુઝાવ છે કે આ પ્રક્રિયામાં સાંસદ સભ્યોને પણ સામેલ કરવા જોઈએ. આ વિસ્તારથી તેઓ પરિચિત હોઈ આવા પ્રશ્ન ઝડપી હલ થઈ શકે એમ છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે કોઈપણ લોકસભાના સંસદ સભ્યની સાથે પરામર્શ કર્યા પછી આ યોજના હેઠળ સંસદ સભ્યોને સામેલ કરી શકાય છે કે કેમ ? ત્યારે સાંસદ મનસુખભાઇના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે સંસદ સભ્યની સંમતિથી જ કામો આવે છે અર્થાત સાંસદની સંમતિ એમાં હોય છે.અને જ્યાં કોઈ સંસદની સહમતિ લેવામાં ન આવતી હોયએવી કોઈ માહિતી મળશે તો અમે સામે જરૂર કાર્યવાહી કરીશું એમ મંત્રીએ જણાવ્યું હતું.

વિડીયો જર્નાસ્લીટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા

error: