Satya Tv News

ભરૂચ પાંડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે માજી સરપંચ કે જેવો ઉપર વિવિધ પોલીસ મથકોમાં પ થી વધુ ગુના દાખલ થયેલા હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા મતદારોને ધાક ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભરૂચ કલેકટરને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે

ભરૂચ તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે જેમાં ગામના માજી સરપંચ રાજેન્દ્ર વસાવા દ્વારા હાલમાં ચાલી રહેલ સરપંચની ચૂંટણીમાં ધાક-ધમકી આપી સ્થાનિક લોકોને હેરાન કરવા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ધમકી આપનાર સામે વિવિધ પોલીસ મથકોમાં પાંચથી વધુ ગુના દાખલ થયા હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કરી ધાક ધમકી આપનાર માજી સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે ગ્રામજનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મતદારોને ધાક ધમકી આપનાર માજી સરપંચ સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠાવી છે

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: