Satya Tv News

પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું.

આમોદ તાલુકાના સરભાણ ગામે ગત રોજ બપોરના સમયે મજૂર કોલોનીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગરમ સાલનો ગાળ્યો બનાવી ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી નાંખી હતી.આમોદ પોલીસને શંકાસ્પદ મોત લાગતાંઅકસ્માત ગુનો નોંધી એફ.એસ.એલની પણ મદદ લીધા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામે નાના નાની સાથે રહેતા નરેશ ઉર્ફે રાહુલ રઈજી રાઠોડ ઉ.વ.૧૯ ઘરે કોઈ નહોતું ત્યારે ઘરમાં ખાટલાનો ટેકો લઈ ગરમ સાલનો ગાળ્યો બનાવી ઘરના લાકડાં ઉપર લટકી જઈ પોતાની જીવન દોરી ટૂંકાવી દીધી હતી.યુવાને ફાંસો ખાઈ મોત વ્હાલું કરતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા હતાં.જેથી આમોદ પોલીસે તુરંત સ્થળ ઉપર પહોંચી હતી.તેમજ નવ યુવાનના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ ની પણ મદદ માંગી હતી.જે બાબતે એફ.એસ.એલ પણ સ્થળ ઉપર આવી યુવાનના ડી.એન.એ.સેમ્પલ તથા વિશેરા બંને એફ.એસ.એલ.ખાતે લઈ ગઈ હતી.પોલીસે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનોને લાશનો કબજો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનની માતા અગાઉ મૃત્યુ પામી હતી તેમજ તેના પિતાએ બીજા લગ્ન કરી લેતાં વડોદરા ખાતે રહે છે.જેથી નરેશ ઉર્ફે રાહુલ રાઠોડ તેમના નાના નાની સાથે જ સરભાણ ગામે રહેતો હતો.અને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.યુવાને કયા કારણોસર ફાંસો ખાધો તે હજી જાણી શકાયું નથી.

વિડીયો જર્નાસ્લીટ ઈરફાન પટેલ સત્યા ટીવી આમોદ

error: