અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ના પ્રચાર જોરશોરથી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગડખોલ ગ્રામ પંચાયતની પરસ્પર વિરોધી જૂથો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાની સૌથી મોટી ગડખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે મૂળ ભાજપના બે જૂથો સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં વર્તમાન સતારૂઢ માસ્ટર પેનલ સામે સહકાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
હાલમાં ફેસબુકના માધ્યમથી સત્તારૃઢ માસ્ટર પેનલના રોહન પટેલે ગ્રામ પંચાયત માટે મીઠા પાણીની અલાયદી યોજના સંદર્ભે એક પોસ્ટ મૂકી હતી અને પોતાની પેનલની રજૂઆતથી આ યોજના સાકાર પામશે તેવો દાવો રજૂ કર્યો હતો.
જેને તેમની હરીફ પેનલ સહકાર પેનલના જિલ્લા પંચાયતના ભાજપી સભ્ય અને દંડક અનીલ વસાવાએ વળતો પ્રત્યુતર કર્યો હતો અને આ યોજના અંગે પોતે રજૂઆત કરી હોવાનો વળતો દાવો રજૂ કરતા સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર