Satya Tv News

અંકલેશ્વરના જીઆઇડીસી રેલવે સ્ટેશન વિસ્તારમાં આજરોજ અદ્યતન નવ જીવન હાર્ટ એન્ડ વુમન્સ હોસ્પિટલનું ઉદઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરાયું હતું

અંકલેશ્વર વરિષ્ઠ તબીબ ડોક્ટર નરેન્દ્ર શાહ ના પુત્ર ચિંતન શાહ તેમજ તેમની પુત્રવધૂ ડોક્ટર નીસીતા શાહે પોતાની નવનિર્મિત અદ્યતન નવજીવન હાર્ટ એન્ડ વુમન હોસ્પિટલ ની શરૂઆત કરી છે જેનું ઉદઘાટન પૂર્વ મંત્રી તેવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે કરાયું હતું

આ પ્રસંગે ઉદ્યોગના અગ્રણી અશોક પંજવાણી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાની પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ સહિતના ઉદ્યોગો અગ્રણીઓ તેમજ તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવનિર્મિત હોસ્પિટલમાં હૃદયરોગની તેમજ ગાયનેક વિભાગની સેવાઓ ઉપલબ્ધ બનશે જેમાં અંકલેશ્વરમાં સૌપ્રથમવાર એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની તેમજ ટેસ્ટ ટ્યુબ બેબી ઈન પ્લાન્ટની સુવિધાનો સમાવેશ કરાયો છે.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો ઉદ્યોગ અગ્રણીઓ અને મહેમાનોએ અદ્યતન નવ જીવન હાર્ટ એન્ડ વુમન્સ હોસ્પિટલના સંસ્થાપકોને શુભેછાઓ પાઠવી હતી. તેવામાં આ પ્રસંગે સત્યા ટીવી પરિવાર પણ હોસ્પિટલના સંસ્થાપક અને સંપૂણ હોસ્પિટલ સ્ટાફને અઢળક શુભેછાઓ પાઠવે છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: