Satya Tv News

સુરતમાં ગોડાદરા મહારાણા ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લઈ 7 વર્ષના માસૂમ ભત્રીજાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી ગયેલા માસૂમ બાળકને ટ્રક ચાલક 50 ફૂટ સુધી ઢસડી જતા માસના લોચા રસ્તા ઉપર વિખેરાઈ ગયા હતા.

પિતાએ જણાવ્યું હતું કે ધોરણ-1માં અભ્યાસ કરતો હર્ષિત તિવારી ચંદીગઢની શાળામાં અભ્યાસ માટે જઈ રહ્યો હતો અને કાળ ભરખી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરમિંદ તિવારી (મૃતકના કાકા)એ જણાવ્યું હતું કે હું ભત્રીજા હર્ષિતને મોપેડ પર લઈ ડીંડોલી વિઝન પ્લાઝાથી સ્ટેશન જવા નીકળ્યો હતો. ત્યારે અચાનક એક ટ્રકના ચાલકે અડફેટે ચઢાવી હર્ષિત પર ટ્રક ચઢાવી કચડી નાખ્યો હતો. અકસ્માતના કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ટ્રક પુરવઠા વિભાગનું હોવાની બુમો પડી રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકના માંસના લોચા 50 ફૂટ સુધી વિખેરાય ગયા હતા. ઘટનાની જાણ બાદ ગોડાદરા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. મૃતદેહને કબજો મેળવી પી.એમ. માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ ટ્રક કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: