ભરૂચ જિલ્લા આઉટ સોર્સ એજન્સીઓ દ્વારા કોઈ પણ કારણ વિના કોરોના વોરિયર્સ ને છૂટા કરાતાં તેમજ અધિકારીઓ દ્વારા એજન્સીઓના ભ્રષ્ટાચારની છાવરવાની અન્યાયી નીતિ ના વિરોધમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ જિલ્લા પંચાયત ખાતે આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જોકે કાર્યક્રમ ની મંજૂરી ન મળતા આમરણાંત ઉપવાસ નો કાર્યક્રમ રદ કરી ફક્ત વિરોધ પ્રદર્શન કરી સંતોષ માન્યો હતો.
ભરૂચ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસોર્સ એજન્સીઓ ડીજી નાકરાણી અને એમ જી સોલંકી દ્વારા લાંબા સમયથી આઉટસોર્સિંગ તે વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે આ કર્મીઓએ કોરોના જેવા ખતરનાક વાયરસ સામે પોતાના જીવને જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા છતાં એજન્સીઓ દ્વારા પૂરતું વેતન ન ચૂકવી તેમના હક નાના માં મોટાપાયે ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓ એ જિલ્લા પંચાયત બહાર પ્લેકાર્ડ રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સૂત્રોચ્ચાર કર્યા હતા, ગુજરાત જનતા જાગૃતિ મંચના રજનીકાંત ભારતીયના જણાવ્યા અનુસાર હાલ તો મંજૂરી ન મળવાના કારણે આમરણાંત ઉપવાસ રદ કર્યા છે હજુ પણ જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં અમે આંદોલન કરીશું.
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ