Satya Tv News

જંબુસર શહેરમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવે છે અને વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માતો સર્જાય છે જેને લઇ નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિર હુસેન મલેકે સીઓને લેખિત આપ્યું હતું

લેખિતમાં જણાવ્યું છે કે રખડતા ઢોરો જાહેર રસ્તા પર અડીંગો જમાવી દિવસરાત જાહેરમાર્ગો પર વિચરણ કરે છે જેને લઇ જંબુસર શહેરના નાગરિકો તથા ગામડાંથી આવતા લોકો પર આક્રમણ હુમલો કરી રાહદારીઓને શારિરીક ઇજાઓ પહોંચાડે છે તેમજ વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માત સર્જતા હોય છે તથા કૂતરાઓ દ્વારા રાહદારીઓને કરડવાના ઘણાજ બનાવો બને છે સબબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ જંબુસર નગરપાલિકા દ્વારા કાયદાકીય જોગવાઇ અનુસાર પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે

વિરોધપક્ષ નેતાએ રખડતા ઢોરો અંગે નગરપાલીકાને લેખિત આપ્યાને બાર કલાકનો પણ સમય વિત્યો નથી ત્યાં તો જંબુસર નગરમાં રખડતી ગાયે એક યુવતી પર હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો છે પશુપાલકો આ રીતે પોતાના ઢોર બજારમાં છુટા રખડતા મૂકી દેતાં હોય વારંવાર આવા બનાવો બનવા પામે છે ગાયે યુવતી પર હુમલો કર્યાની વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા ઉમટી પડયા હતા તે સમય દરમ્યાન પણ સોની ચકલાથી મોટા મંદિર સુધી અનેક ગાયો રખડતી હતી વારંવાર લેખીત તેમજ મૌખીક રજુઆતો આ બાબતે કરવામાં આવી હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તંત્ર શું કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે પાલિકા તંત્ર રખડતા ઢોરો અંગે યોગ્ય નિર્ણય લઇ આકરા પગલા ભરે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું હતું

વિડીયો જર્નાસ્લીટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: