Satya Tv News

અંકલેશ્વરના ભાજપ પૂર્વ મહામંત્રી અને નગરસેવક ઇતિહાસ જાણકારીમાં શૂન્ય.

ભરૂચ જિલ્લા ભાજપ ટ્વિટર હેન્ડલરનું પણ આડેધડ રિટ્વિટ

ભરૂચ ભાજપ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલરે પણ જોયા જાણ્યા વગર રિટ્વિટ કરી પોસ્ટ

સોશ્યલ મીડિયા ટ્વિટર પર વિજય દિવસને બદલે કારગિલ વિજય દિવસની શુભેચ્છા પાઠવી

અંકલેશ્વર ભાજપના પૂર્વ મહામંત્રી અને નગર સેવક ભાવેશ કાયસ્થ દ્વારા સોશ્યલ મીડિયા ટ્વિટર પર આજે વિજય દિવસને બદલે કારગિલ વિજય દિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી

અંકલેશ્વરના વોર્ડ નંબર-2ના નગર સેવક અને શહેર ભાજપના મહામંત્રી ભાવેશ કાયસ્થ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મધ્યમ થી આજે વિજય દિવસને બદલે કારગિલ વિજય દિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી અને ભરૂચ ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલરે પણ ઇતિહાસ જોયા જાણ્યા વિના રિટ્વિટ કરી દીધું હતું જે બાદ સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા થતા જ નગર સેવક ભાવેશ કાયસ્થને વીર જવાનોના બલિદાનનો ઇતિહાસ યાદ આવતા જ ટ્વિટર પરથી પોસ્ટ દૂર કરી નવી પોસ્ટ મૂકી છે ત્યારે ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપના નેતાઓ જ જ્યારે સોશ્યલ મીડિયામાં આવી પોસ્ટ કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: