Satya Tv News

ડેડીયાપાડા ધારાસભ્યએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આપ્યું આવેદનપત્ર
ભવિષ્યની પરીક્ષામાં યોગ્ય આયોજન કરવા ડેડીયાપાડા ધારાસભ્ય નું અલ્ટીમેટમ
ધારાસભ્ય, ટાયગર સેનાનાં પ્રમુખ,BTS અને BTTP ના તમામ કાર્યકર્તા હાજર

હેડ ક્લાર્ક ની ભરતીમાં પેપર લિંકકાંડ માં સંડાવાયેલા ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન સહીતના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

હાલમાં સરકારી ભરતી બાબતે પરીક્ષાઓ લેવાઈ રહી છે, જેમાં ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની બુમ પણ ઉઠે છે, જેમાં હિંમતનગરમાં બનેલી આવી ઘટના બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા રાજ્યપાલ ને સંબોધીને દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ હતું, જેમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળથી થતી ભરતીમાં વારંવાર કૌભાંડ કરી વર્ગ-૩ ની નોકરીઓ માટે વર્ષોથી રાત દિવસ મહેનત કરતા લાખો બેરોજગાર યુવાનો ના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. છેલ્લા ૬-૭ વર્ષ માં LRD, પંચાયત તલાટી, સબ ઓડીટર, બિન સચિવાલય ક્લાર્ક, મુખ્ય સેવિકા, ચીટનીશ, ટેટ, ટાટ, વન રક્ષક સહીત અગાઉ ૯ થી વધુ ભરતીઓ નાં પેપર લીક થયા છે. અને હાલમાં જ રવિવારે લેવાયેલ હેંડ ક્લાર્ક ની ભરતીમાં પેપર લીક ની ઘટના સામે આવી છે. જેમાં જ્ઞૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન અસિત વોરા સહીત ભાજપ ના મોટા નેતાઓની સંડોવણી સામે આવેલ છે. છતા તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ગૌણ સેવા પસંદગી મંડળ ભારતીઓમાં ગુપ્તતા,પારદર્શકતા સહીત ની જવાબદારી જેમના પર છે તેવા ચેરમેન જાતે પેપરલીક કરતા હોય, તો બેરોજગાર યુવક, યુવતીઓના વર્ષો ની મહેનત પર પેપર લીક કૌભાંડો ને કારણે પાણી ફરે છે. ગ્રામ્ય વિસ્તારો માંથી આર્થિક ગરીબ પરિવારો માંથી આવતા યુવાનો નાં માતા પિતા ની કમરતોડ મહેનત પર આવા કૌભાંડોથી પાણી ફરે છે .

ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશભાઈ તથા ગુજરાત ભીલીસ્થાન ટ્રાયબલ ટાયગર સેનાનાં પ્રમુખ ચેતરભાઈ વસાવા , કોઠારી પ્રદિપભાઇ, તાલુકા BTTS પ્રમુખ અને સંજયભાઇ તથા BTS અને BTTP ના તમામ કાર્યકર્તા હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા

error: