Satya Tv News

ભરૂચના ભૂખીખાડી પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોએ અનુભવ્યો હાશકારો
 સતત ચાર દિવસ સુધી વાહનચાલકોને પડી ટ્રાફિક જામની મુશ્કેલી
ટ્રાફિક સંપૂર્ણ હળવો બની જવા પામ્યો હતો

ભરૂચના વરેડીઆ પાસેના ભૂખીખાડી પુલ પર સમારકામ પૂર્ણ થતા વાહનવ્યવહાર પૂર્વવત થતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો
    
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ભરૂચ તાલુકાના વરેડીઆ પાસે ગત તારીખ ૧૩ મી ડીસેમ્બર થી ચાર દિવસ માટે ભુખી ખાડીના એક તરફના પુલનું સમારકામ ચાલતું હોવાથી એન એચ એ આઇ દ્વારા વડોદરા તરફ જતા વાહનવ્યવહાર માટે બંધ કરી માંચ ગામ પાસેથી કટ આપી પુલનું સમારકામ હાથ ધરાયું હતું. તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતા સતત ચાર દિવસ સુધી વાહનચાલકોને ટ્રાફિક જામની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 

જેના પગલે વરેડીઆ, પાલેજ તેમજ નબીપુર તમામ લિંક  રોડ પર વાહનોના ખડકલા જોવા મળતા હતા. ગતરોજ સાંજે બંધ કરાયેલા પુલ પરનું સમારકામ પૂર્ણ થતા સમારકામ થયેલો માર્ગ પુનઃ વાહનવ્યહાર માટે શરૂ કરી દેતા ધીરે ધીરે ટ્રાફિક જામ ઓછો થતા ટ્રાફિક સંપૂર્ણ હળવો બની જવા પામ્યો હતો. વાહનવ્યવહાર પૂર્વવત થતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: