Satya Tv News

૩૫ ગ્રા.પંચાયતમાં ખરાખરીનો જંગ,કુલ ૬૫,૮૭૨ મતદારો મતદાન કરશે

ડીવાએસપી ૧ ,પીઆઇ ૧, પીએસઆઇ ૪ અને ૨૦૦ વધુ પો.કમીઁઓ કાયદો-વ્યવસ્થા સંભાળશે

નેત્રંગ તાલુકામાં ૮૬ બુથો ઉપર ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો માટે મતદાન થશે.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની ૩૯ માંથી હાલ ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણી યોજાઇ રહી છે,અને બાકીની વિભાજનથી અસ્તિત્વમાં આવેલી અસનાવી,કોલીવાડા,સજનવાવ અને ચીખલી જેવી ૪ ગ્રા.પંચાયતની ચુંટણી હાલ પુરતી મુલતવી રહી છે.જેમાં નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાને પડ્યા છે.જેમાં પુરૂષ ૩૩૪૨૬ અને સ્ત્રી ૩૨૪૪૬ મળીને ૬૫,૮૭૨ મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.જ્યારે નેત્રંગ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય તે માટે ડીવાએસપી ૧ ,પીઆઇ ૧, પીએસઆઇ ૪ અને ૨૦૦ વધુ પો.કમીઁઓ કાયદો-વ્યવસ્થાની સ્થિતી સંભાળશે.

વિડીયો જર્નાસ્લીટ દિવ્યાંગ મિસ્ત્રી સત્યા ટીવી નેત્રંગ

error: