Satya Tv News

સાંજે પાંચ કલાક સુધીમાં તાલુકામાં ૭૩.૫૨ % જેટલુ મતદાન નોંધાયુ

પિસાદ માં અડધો કલાક મતદાન રોકી દેવાતા ઝોનલ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા 

વાગરા,તા.૧૯

વાગરા તાલુકામાં ૪૯ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં એકાદ બે ઘટના ને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ.કડકડતી ઠંડી વચ્ચે પણ સ્ત્રી અને પુરુષ મતદારો એ જાગૃતતા બતાવવા સાથે ઉત્સાહભેર મત નું દાન કરી પોતાની ફરજ નિભાવી હતી.સાંજે પાંચ કલાકે ૭૩.૫૨ % મતદાન થવા પામ્યુ હતુ.

વાગરા તાલુકામાં ૧૧ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.જ્યારે એક ગામમાં કોઈજ ફોર્મ નહિ ભરાતા ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઈ હતી.જ્યારે ૪૯ જેટલા ગામોમાં ચૂંટણી યોજાઈ હતી.છેલ્લા કેટલાક દિવસો થી ઉમેદવારો અને મતદારો ચૂંટણી ને લઈ ને ઉત્તેજના ભર્યા માહોલમાં ઊંચા શ્વાસે જો અને તો વચ્ચે સમય વ્યતીત કરી રહ્યા હતા.ત્યાંજ ચૂંટણી ના મહાપર્વ ના દિવસે મતદારો પોત પોતાના ગામના મતદાન મથકે ઠંડી ના ચમકારા વચ્ચે મત આપવા કતારો માં ઉભા થઇ ગયા હતા.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી એટલે ઉમરા દીઠ સંબંધ ને ધ્યાને રાખી ને લડવામાં આવે છે.વાગરા તાલુકા ના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ ગામડા ની ચૂંટણી માં ઉમેદવારો નો રાફડો ફાટતા ચૂંટણી રસપ્રદ બની રહેશે.એક એક વોટ માટે ઉમેદવાર અને તેના સમર્થકો મતદાર ને મતદાન મથક લઈ જવા માટે પરસેવો પાડતા નજરે પડ્યા હતા.જ્યારે પિસાદ માં પ્રીસાઈડિંગ સામે મત ના આક્ષેપ સાથે મતદાન અડધો કલાક રોકી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ.કેટલીક જગ્યાએ મતદારો ની સંખ્યા વધતા મતકુટીર વધારવામાં આવતા મતદારોએ હાશકારો અનુભવ્યો હતો.બપોરે પાંચ કલાક સુધી માં વાગરા તાલુકામાં ૭૩.૫૨ % જેટલુ મતદાન નોંધાયુ હતુ.મતદાન ની ટકાવારી છ વાગ્યા સુધી ૮૦ % સુધી રહેવાની શક્યતા રહેલી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થતા વાગરા મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના સ્ટાફે રાહત નો દમ લીધો હતો.

વિડિયો જર્નલિસ્ટ ઝફર ઘડીમલ સત્યા ટીવી વાગરા

error: