Satya Tv News

યુપીના ચૂંટણી પ્રચાર માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં યોજાયેલી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલીમાં જય શ્રી રામના નારા લગાવનાર મુસ્લિમ યુવક અહેસાન રાવને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.

પોલીસે કહ્યુ હતુ કે, આ યુવકે કરેલી નારેબાજી બાદ તેને સતત ધમકીઓ મળી રહી હતી અને તેણે અમારી પાસે સુરક્ષા માંગી હતી.પોલીસનુ કહેવુ છે કે, અહેસાન રાવના કહેવા પર તેને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.

ભાજપના સમર્થક ગણાતા અહેસાનનો આક્ષેપ છે કે, મારા નારા લગાવવાથી નારાજ થયેલા કેટલાક કટ્ટરવાદીઓના કારણે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી.ભગવાન રામ આપણા પૂર્વજ છે અને આપણે બધા ભગવાન રામના વંશજ છે.મને જય શ્રી રામ બોલવામાં કોઈ તકલીફ નથી.

દરમિયાન દારુલ ઉલુમ દેવબંધના ધર્મગુરુએ આ નારા પર વાંધો ઉઠાવીને યુવકને અલ્લાહ પાસે માફી માંગવાની સલાહ આપી છે.

error: