વીર જવાનો સરહદ પર સલામત રહે શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અર્થે સાયકલ યાત્રા .
સતત 17માં વર્ષે શહીદોની સલામતી અને શ્રદ્ધાંજલિ અર્થે બગદાણા રવાના થઇ.
વાગરા તાલુકાના દહેજ પાસે આવેલ કડોદરા ગામના રહીશો દ્વારા શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે જવાનો સલામત રહે તે હેતુસર બગદાણા બાપા સીતારામ સાયકલ યાત્રાનું સતત 17માં વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લો જ નહીં પંરતુ ગુજરાત અને દેશના તમામ ધર્મના લોકો શુખ શાંતિમય જીવન વિતાવે તે અર્થે દેશના જવાનો સરહદની સીમાઓ પર મા ભોમની રક્ષા કરતા આવ્યા છે. અને અસંખ્ય માં ભારતની રક્ષા ખાતર શહીદ પણ થયા છે. ત્યારે વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીને અડીને આવેલા કડોદરા ગામના યુવાનોએ વીર શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ સરહદ પર વીર જવાનો સલામત રહે તે અર્થે સતત 16 વર્ષની જેમ 17માં વર્ષે પણ બાપા સીતારામ બગદાણા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામના યુવાનો જોડાયા હતા. અને દેશભક્તિની અનોખી રીતે લોકો સમક્ષ મૂકી હતી.
જર્નલિસ્ટ સહદેવ ગોહિલ સાથે જફર ઘડીમલ સત્યા ટીવી દહેજ.