Satya Tv News

નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે માજીસરપંચ તેમજ તેમના સાથી દારો દ્વારા નવા સરપંચ અને તેમના પરિવાર પર ખોટી FIR કરતા મામલો ગરમાયો.

નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામના વસાવા પરેશભાઈ એ જણાવતા કહ્યું કે વસાવા પ્રિયંકાબેન જેઓ એ સરપંચ ની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ વિજય થયા હતા જેથી પ્રિયંકા બેનના પરિવાર દ્વારા વરઘોડો કાડી ને ધોલેખામ તેમના ઘરે આસરે 7 ,8 વાગે ની આસપાસ પોહચિયા હતા અને પોતાના ઘરના બારણે ઉભા હતા તેવા માં માજિસરપંચ અને તેના સાથી દારો દવરા પથ્થર મારો કરતા વસાવા વિજયભાઈ અને કિશોરભાઈ ને વાગતા ઇજા થતાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર નેત્રંગ સારવાર અર્થે લયજવામાં આવ્યા હતા અને ઉમરલા પોલિશસ્ટેસન ના ઇન્ચાર્જ પી.એસ.આઈ તેમજ રાઇટર દ્વારા વિજયભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું .ત્યાર બાદ બીજા દિવસે સવારે 8 વાગે ની આસસ હોળીચકલા માં અવાજ થતા અમે બાર આવ્યા ત્યારે જોયું કે માજી સરપંચની બાઈક રસ્તા ઉપર પડી હતી અને સામેથિ વસાવા મુન્નાભાઈ ગુમાનભાઈ તેમજ વાસંતી બેન ચાલીને આવતા હતા અને નીચે પડેલી બાઈક પાર મુન્નાભાઈ બેઠા અને થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી ને મુન્નાભાઈ ને લય ગયા હતા ત્યારબાદ મુન્નાભાઈ એ વસાવા પ્રિયંકાબેન વિરુદ્ધ ખોટી એફ.આઈ.આર કરાવી છે.કારણ કે પ્રિયંકાબેન ની ડિલિવરી 17 તારીખે થાય હતી તેથી તેઓ 19 તારીખે માત્ર વોટ આપવા માટે ઝગડિયા દવાખાને થી આવીને તેમના પિયર ગુન્ડિયા મુકામે જતા રહિયા હતા જેઓ આજે તા.23/12/2021 સુધી ગુન્ડિયામાં જ છે તો એક વ્યક્તિ બે જગ્યા યે કઈ રીતે હોય શકે તો આ એફ.આઈ.આર ખોટી છે જેની પક્ષપાત કાર્યાવગર જાચ થાય આવી માંગ કરી છે.

જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: