ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયાપાસે 12 થી વધુ મૂંગા પશુ ના મોત ની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુ ઓ એ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક દવાનો છટકાવ કરવામાં આવેલો અને દવાવાળી ઝાડીઓ પશુઓ એ આરોગતા આ ઘટના બની હોવાનો આક્રોશ સાથે આક્ષેપ ગ્રામજનોએ રેલ્વે વિભાગ પર કર્યા હતા.
ભરૂચ ભોલાવ નજીક થી પ્રસાર થતી રેલ્વે માર્ગ પર રેલ્વે વિભાગ દ્વારા પાટા ની આજુબાજુ માં ઝાડી -ઝખડા ઊગી નીકળતા સફાઈ હાથ ધરવા માં આવી હતી. જેના કારણસર જંગલી ઝાડીઓ ફરી ન ઊગી શકે તે માટે કર્મચારીઓ દ્વારા કોઈક કેમિકલ નો છટકાવ આ ઝાડી પર કરવામાં આવ્યો હતો.રેલ્વે દ્વારા કરવામાં આવતા ઝાડી ઓ પર કેમિકલના છટકાવ બાદ ગામના મુંગા પશુ ઓ ઝાડીઓ આરોગતા છ બકરીઓ,બે ગાય અને સાત જેટલા રખડતા ભુડો નું મોત નિપજ્યા હતા.આચનક પશુ ના મોત થતા ગ્રામજનોમાં ચીંતા નું મોજું ફરી વળ્યું હતું.ગ્રામજનોએ અચાનક ગામમાં એક પછી એક એમ 12 થી વધુ મૂંગા પશુ ના મોત ની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુ ઓ એ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક દવાનો છટકાવ કરવામાં આવેલો અને દવાવાળી ઝાડીઓ પશુઓ એ આરોગતા આ ઘટના બની હોવાનો આક્રોશ સાથે આક્ષેપ ગ્રામજનોએ રેલ્વે વિભાગ પર કર્યા હતા.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ