Satya Tv News

GBN : ભરૂચ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ. આઈ. વી. એઇડ્સ અંતર્ગત CSC VIHAAN PROJECT કાર્યરત છે.હાલ CSC VIHAAN PROJECT માં 1548 એચ.આઈ.વી. પોઝીટીવ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે

ભરૂચ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી જે એઇડ્સ સાથે જીવતા લોકો નું સંગઠન છે.જેના દ્વારા એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ ભરૂચના રોટરી ક્લબ ખાતે આજરોજ તારીખ 24/10/21 ના રોજ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રિલાયન્સ કંપની દહેજના સહયોગથી રાખવામાં આવેલ હતો. જેમાં 60 એચ. આઈ. વી પોઝીટીવ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું. પ્રથમ એચઆઇવીની બીમારીથી પીડિત જે લોકો મૃત્યુ પામ્યા તેમના માટે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું.આવનાર મહેમાનો દ્વારા બાળકોને અભ્યાસ પ્રત્યે રુચિ અનુસાર સંબોધન કરવામાં આવ્યું હતું..રિલાયન્સ કંપની દહેજના સહયોગ એજ્યુકેશન કીટમાં સ્કૂલ બેગ, નોટ બુક,ચોપડા,કંપાસ, ટીફીન બોક્સ, કલર બોક્સ,સહિતની એજ્યુકેશન કીટ 60 પી.એલ.એચ.આઈ.વી. બાળકોને આપવામાં આવી હતી.શૈક્ષણિક કીટ વિતરણ પ્રસંગે ર્ડો ઉપાધ્યાય નોડલ ઓફિસર, ર્ડો વાય એમ માસ્ટર ટીબી વિભાગ ,રોટરી કલબ પ્રમુખ ર્ડો વિક્રમ પ્રેમકુમાર ,ર્ડો પલક કાપડિયા, ર્ડો મુનાફ ભટ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: