Satya Tv News

કરજણ ભરથાણા ટોલ નાકા પર એસ. ઓ. જી. ની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 2કિલો 93ગ્રામ ગાંજાનો જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે

પોલીસ સૂત્રો ની માહિતી અનુસાર કરજણ ને. હા. નં.48પર ભરથાણા ટોલ નાકા પાસે એસ. ઓ. જી ની ટીમ જેમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પઢીયાર તેમજ જિલ્લા એસ. ઓ. જી. ની ટીમ ભરથાણા ટોલ નાકા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન એક બાઈક સવાર જેનો રજીસ્ટર નં GJ-01-NH -9036 નંબર ની ગાડી લઈને પસાર થતા એસ. ઓ. જી. ની ટીમને શંકા જતા સઘન ચેકીંગ કરતા સ્પલેન્ડર પ્લસ ગાડી ની ડીકીમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો વજન 2.93 કિલોગ્રામ જેની કિંમત રૂ.20,120/ તેમજ અન્ય મુદ્દા માલ 47,780/રૂ. નો મળી આવ્યો હતો. આરોપીની વધુ કડકાઈ પૂર્વક તપાસ કરતા તેઓનું નામ રણજીત સિંહ ગોહિલ રહે. રતનવાવ ભોળાનાથ મંદિરના પુંજારી . ચિતલ તા. જી. અમરોલી ના હોવાનું જાણવા મળ્યું હતું.આરોપી ને મુદ્દા માલ સાથે ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરી આગળ ની કાયદેસર ની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

 જર્નાસ્લીટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી  કરજણ
error: