Satya Tv News

ગ્રામ પંચાયતની ચૂંટણી ની અદાવત માં હુમલાનો આક્ષેપ.
ચમારીયા ગ્રામજનોને ન્યાય અપાવવા કરી માંગણી

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારીયા ધોળ ગામે પિતા પુત્ર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકશાહી પરંપરાનું દમનકારી પ્રવૃતિથી નુકશાન કરાયું હોવાના આક્ષેપ સાથે ગામનાં રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું હતું

વાલિયા તાલુકાના ચમારીયા ધોળગામના નાગરિકોએ પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે ચમારીયા ગામે રાજપૂત ફળિયામાં તા 22 મી ડિસેમ્બર ની ર બપોરે અમિતસિંહ રાજેન્દ્રસિંહ ડોડીયા સહીત ચાર મિત્રો સાથે બેઠા હતા તે દરમ્યાન ચમારીયા ગામમાં રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા અને તેમનો દીકરો રજનીકાંત રાજુભાઈ વસાવા પ્રેરિત ૩૦ થી વધુ ટોળું લાકડી અને બેટ સાથે અમિતસિંહ ડોડીયા અને મિત્રો પાસે આવીને દાદાગીરીથી કહેવા લાગ્યા કે તમે અમારા વિરોધીને ગ્રામ પંચાયતની ચુંટણીમાં કેમ મદદ કરી.આમ કહીને સાથે બેઠેલા તરૂણસિંહ માટીએડાને સીધા જ માથામાં મારતા લોહી નીકળી ગયું હતું અને આઠ ટાંકા આવ્યા હતા.તે ઉપરાંત મિહિરસિંહ રાજેન્દ્રસિંહ ખેર , અને સિદ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ ખેરને ટોળાએ લાકડી વડે મારવાનો પ્રયત્ન થયો હતો.બે મહિલાઓ વચ્ચે છોડાવવા પડતા પૃષ્પાબેન ડોડીયા અને લીલાબેન ડોડીયાને પણ ટોળાએ ધક્કો મારી બેટ ફટકાર્યું હતું.. પુષ્પાબેન ને કેડ ઉપર ગંભીર ઇજા પોહચેલ છે ..

ગ્રામ પંચાયતની ચુંટણીમાં લોકશાહી પરંપરાને મુલ્યનું અમે સૌ પાલન કરીએ છીએ.ચુંટણીમાં દરેક નાગરિક કૌની સાથે રહેવું એ એનો વ્યક્તિગત અધિકાર છે.તેમ છતાં ચમારીયા ગામમાં કેટલાક યુવાનોને રાજુભાઈ વસાવા અને તેમનો પુત્ર રજનીકાંત વસાવાના ટોળાએ ચુંટણી માટે દમનકારી પ્રવૃત્તિ ચલાવી હુમલો કરીને લોકશાહી પ્રવૃત્તિનું અવમૂલ્યન કર્યું છે.વર્ષો પહેલા ચમારીયા ગામમાં સરપંચ રાજુભાઈ વસાવા બન્યા અને ત્યારબાદ તેમનો છોકરો રજનીકાંત વસાવાએ ચમારીયા ધોળગામના કેટલાક નાગરિકોને રાજકીય પ્રવૃત્તિ માટે ધાકધમકી અને ગભરાવા ની પ્રવૃત્તિઓ ચાલુ જ છે.તેઓની ધાક , ધમકી અને દમનકારી પ્રવૃત્તિથી સાચા નાગરિકોને અન્યાય થાય છે.22 મી ડિસેમ્બર ના બનાવમાં વાલિયા પોલીસ મથકે તમામ ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે , તેમ છતાં પોલીસ વિભાગની ઢીલીનીતિને કારણે હજુ તમામ આરોપીઓ પકડાયા નથી .

ચમારીયા ગામે હુમલો થતા ફરિયાદ દાખલ થયા બાદ ફરીવાર બે – ત્રણ દિવસ ટોળાઓ આવીને ધાક ઉભો કરતા હતા. ઇજાગ્રસ્ત યુવાનોને હજુપણ જાનનું જોખમ લાગે છે. હજુ પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અને અન્ય કેટલીક પ્રવૃત્તિઓ ચલાવે છે. આ અગાઉ પણ ગેરકાયદેસર જમીન પચાવી પાડવા સહિત ની ફરિયાદો નોંધાયેલ છે. ચમારીયા ગામે રાજુભાઈ વસાવા – રજનીકાંત વસાવાના વિરોધમાં તમામ બાબતે નિષ્પક્ષ અને પ્રામાણિકતા તપાસ કરવા માટે માંગ કરવા સાથે ચમારીયા ગામે બનેલી હુમલાની ઘટનમાં કસુરવાર આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરીને ધોળગામ અને ચમારીયા ગ્રામજનોને ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી છે

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: