Satya Tv News

અંકલેશ્વર પાલિકા દ્વારા લારી ગલ્લા વારાઓને નોટીશ ફટકારાય
રોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશ
ગરીબની રોજીરોટી છીનવાતા પાલિકા સામે વિરોધ
ટેક્સ ભરપાઇ કરવા છતાં સ્થળ પરથી ગલ્લા હટાવવાની આદેશની નારાજગી

અંકલેશ્વર શહેરમાં જાહેર માર્ગો અને આસપાસ લારી ગલ્લા ધારકોને પાલિકા દ્વારા દિવસ ત્રણ દિવસમાં હટાવવાની નોટીશ ફટકારતા આજીવિકા ગુમાવનાર લારી ગલ્લા ધારકોમાં નરાજગી જોવા મળી હતી.

અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા અને આસપાસનો આસપાસ ટ્રાફિકની સમસ્યાને લઇ પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે. તેવામાં ફરી એકવાર ત્રણ રસ્તા શાકભાજી માર્કેટ અને મહાવીર ટ્રેનિંગ ટ્રેફિકની સમસ્યાનો મસલો બની જવા પામ્યો છે. તેવામાં હવે પાલિકા તંત્રે સૂફાળા જાગી નડતર અને બિન નડતર લારી ગલ્લા ધારકોને નોટીશ ફટકારી દિવસ ત્રણમાં જગ્યા પરથી ખસી જવા આદેશ કર્યો છે. સાથે નહિ લારી ગલ્લા હટાવો તો પાલિકા તંત્ર જાતે હટાવશે અને તેની નુકશાનીની જવાબદારી જે તે માલિકની રહેશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.

તેવામાં આ નોટીશ બાબતે કેટલાક ધરી ગલ્લા ધારકોએ વિરોધ પણ ઉઠાવ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર પાલિકા તત્ર એક તરફ તેઓ પાસેથી ટેક્સ પણ ભરપાઈ કરાવી વર્ષોથી ધધો કરવા પરવાનગી આપે છે. અને તેઓની ફક્ત લારી ગલ્લા જ આજીવિકા હોવનહી બીજે ક્યાં રોજગારી મેળવવી જેવી મુંઝવણો મીડિયા સમક્ષ રજુ કરી હતી.

વધુમાં જો પાલિકા તંત્ર યોગ્ય વ્યવસ્થા કરી શાકભાજી ધારકો અને લારી ગલ્લા ધારકોને આજીવિકા મેળવવા તેવા તેવી પણ લોકમાંગ ઉઠી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: