Satya Tv News

પીંગોટ ગામે સભાસદોનું દુધ કલેશન કરવાનું બંધ કરવાની ધમકી
પિગોટ ગામનાં વ્યક્તિએ પાયા વિહોણા આરોપ ગણાવી વાતને રદિયો આપ્યો
ચૂંટણીમાં ઉમેદવારી કરતાં બદનામ કરવાનું કાવતરું : અનિલ છત્રસિંગ વસાવા

નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખના પિંગોટ ગામે ચૂંટણીમાં મળેલા હારનો બદલો લેવા દુધ ભરતાં સભાસદોનું દુધ કલેશન કરવાનું બંધ કરવાની ધમકી અપાઈ હતી.

આ વાતનો રદીયો આપતા અનીલ છત્રસિંગ વસાવા જણાવ્યું હતું કે, મારા પર મૂકવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. ચૂંટણીમાં ઉમેદવારી કરતાં અમને બદનામ કરવાનું કાવતરું ધડવામાં આવ્યુ છે. તમામ સભાસદોનું રેગ્યુલર દૂધ કલેક્શન કરવામાં આવે જ છે. જેનો રિપોર્ટ તમે જોઈ શકો છો. ઘણાં વર્ષોથી મંડળી ચલાવીએ છીએ.જ્યારે બીજી તરફ ટ્રાયબલમાંથી મળતી ગાય- ભેંસ સરકારની આગેવાની તબક્કાવાર લાભાર્થીને મળતી હોય છે. આમ, લોકોનું દૂઘ બન્ધ કરવાથી મારી મંડળીને તેમજ મને પોતને ગાઢ નુકશાન જાય. આમ મારા પર મૂકેલા તમામા આરોપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે.

જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: