Satya Tv News

અંકલેશ્વરના જીતાલી ગામે વેક્સિનેશનમાં ગેરરીતિ બહાર આવી
વેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત આવી બહાર
વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ સર્ટિફિકેટ આવી જતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામેથી હવે વેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત બહાર આવી છે. જેમાં વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ સર્ટિફિકેટ આવી જતા મામલો સામે આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના જીતાલીના યુવાન આશીશકુમાર ખંડુંભાઈ પરમારે બીજો ડોઝ નહિ લીધો હોવા છતાં તેમના મોબાઈલ ઉપર મેસેજ સાથે સર્ટિફિકેટ પણ ઇસ્યુ થઈ ગયું હતું. તેઓ જીતાલી આરોગ્ય કેન્દ્ર ઉપર દોડી ગયા હતા અને આ અંગે ફરિયાદ કરી હતી. જો આવી રીતે જ બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટિફિકેટ ઇસ્યુ થતા રહેશે તો ભરૂચ જિલ્લો મહામારી કોરોના સામે કેવી રીતે સુરક્ષા કવચ મેળવશે તેના ઉપર સવાલો ઉભા થઇ રહ્યાં છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: