કડકડતી ઠંડી વચ્ચે સોની પરીવારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ધાબળા આપી માનવતા મહેકાવી;
નેત્રંગ ના સોની પરીવારે કુલ્લે ૭૫ બાળકો ને રૂપિયા ૨૭ હજાર ના ધાબળા આપી માનવતા મહેકાવી;
થવા હાઇસ્કૂલમાં ભણતા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને શિયાળાની કડકડતી ઠંડી થી રક્ષણ મળી રહે તે માટે નેત્રંગ ટાઉનનાં સોની પરિવાર દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવતા શાળા ના વિધાર્થીઓમાં આનંદ ની લાગણી ફરી વળી છે.
નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય ઉતર બુનીયાદી આશ્રમ શાળામાં ભણતા તમામ આદિવાસી વિદ્યાર્થી ભાઇ-બહેનો અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર
ગરીબ પરિવારો માંથી આવતા હોય છે. આ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવી ને અભ્યાસમાં આગળ વધે તેને ધ્યાનમાં રાખીને નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં રહેતા ચિરાગકુમાર નવીનચંદ્ર સોની દ્વારા આશ્રમ શાળાના ૭૫ જેટલા વિધાર્થીઓને ધાબળા કુલ્લે રૂપિયા ૨૭ હજાર ના વિતરણ કરીને ઉમદા કાયૅ કરી ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થતા સંસ્થાના વડા માનસીગ માંગરોળા, આચાર્ય મનમોહન સિંહ યાદવ સહિત શાળા પરિવારે સોની પરિવાર નો આભાર માન્યો હતો.
જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા