Satya Tv News

15લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડા સાથે એક ઈસમની ધરપકડ કરતી સાગબારા પોલીસ

ગુનામાં વપરાયેલ ટાટા હેરીયસમ ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ કબજે લેતી પોલીસ

વાઘ જેવા વન્ય પ્રાણીની હત્યા કરી ચમડું ઉતારી લે વેચ કરવાની આશંકા

નર્મદાજિલ્લામા વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાતા વન વિભાગ ચોકી ઉઠ્યું છે. જેમાં 15લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડુ પકડાયું છે.જેમાં ગુનામાં વપરાયેલ ટાટા હેરીયસમ ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કૂલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની સાગબારા પોલીસે ધરપકડ કરી છે. જોકે વાઘ જેવા વન્ય પ્રાણીની હત્યા કરી ચમડું ઉતારી લઈને લે વેચકરી નાણાં કમાવવાની કરવાની આશંકાવ્યક્ત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા હેરીયર ગાડી નંબર-MH 19 cy3112 માં વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડાની હેરાફેરી કરતાએક ઈસમને સાગબારા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કડક કાર્યવાહી કરવા સુચના અને નિર્દેશના પગલેરાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવિઝન તથા પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા.તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથીએક સફેદ કલરની ટાટા હેરીયર ગાડી નંબર- MH 19 cy3112 ની શંકાસ્પદ રીતે આવતા તેને રોકવા કોશિષ કરતાતેઓએ પોતાની ગાડી ઉભી નહી રાખી ડેડીયાપાડા તરફભાગવા લાગેલ. જેને સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઈવેરોડ ઉપર પકડી પાડી ઝીણવટ ભરી રીતે ચેક કરતા ટાટા હેરીયર ગાડીમાંથી ગાડીની પાછળની ડીકીની અંદર સ્પેરવીલ રાખવાની જગ્યાએથી એક કાળા કલરના થેલામાં એકમીણીયા કોથળામાં રાખોડી,પીળા, સફેદ કલરના જુના એકમોટા ટુવાલમાં વિટાળેલ વાઘ જેવા વન્ય પ્રાણીનુ સુક ચામડુ મળી આવેલ. જેથી ટાટા હેરીયર્સ ગાડી નંબર-MH 19 3112 જેની આશરે કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ આ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કુલ રોકડારૂપિયા.૪૭,૪૮૫/- તથા વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડુ નંગ-૦૧ મળી કુલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કજે કરેલ છે. મુદ્દામાલની સાથે આરોપી કિશોર ભટ્ટ અહીરે (ઉ.વ.૩૪ રહે.નિકુમ્બે પો.ભુરજડ તા.ધુલીયા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર) હાલ રહે.૩૦, ગોલ્ડન સીટી નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને વાઘ જેવા વન્યપ્રાણીના ચામડા સાથે પકડી પાડી આગળની વધુ તપાસી કાર્યવાહી માટે આર.એફ.ઓ સાગબારાને સોંપવામાં આવેલ છે.મહારાષ્ટ્ર માંથી ગુજરાત મા વન્ય પ્રાણીનું ચમડું ક્યાંથી લાવ્યું? અને ક્યા લઇ જવાતું હતું. તેમજ આ ચમડું કેવી રીતે મેળવ્યું? તેની સઘન તપાસ પોલીસ કરી રહી છે

જર્નાસ્લીટ દિપક જગતાપ સત્યા ટીવી , રાજપીપલા

error: