Satya Tv News

UPSC પરીક્ષા પાસ કરનાર સ્વપ્નિલ પવાર,સમાજની પ્રથમ મહિલા તંત્રી જ્યોતિ જગતાપ, વરિષ્ઠ પત્રકાર, લેખક અને કોલમિસ્ટ દીપક જગતાપ,સમાજની પ્રથમ મહિલા ડેન્ટિસ્ટ સહિત સમાજ નું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું કરાયું સન્માન

વડોદરા ખાતે કાર્યરત શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજ એક અગ્રેસર સામાજિક સંસ્થા છે. જે સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે.જે સંસ્થા વડોદરા ખાતે સમાજ ના કાર્યાલય ખાતે દ્વારા 2022ના વર્ષનું મરાઠી કેલેન્ડર નો વિમોચન સમારોહ યોજાયોહતો.જેમાં શીમ્પી સમાજનું ગૌરવ વધારનારસમાજની ગૌરવપ્રદ પ્રતિભાઓનું સન્માનકરાયું હતું.

આ પ્રસંગે સમાજની શિલ્પી અને ધરોહર એવા મદન પવાર ના માર્ગદર્શન હેઠળ આરંભાયેલા આ કાર્યક્રમમા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભારતની સર્વોચ્ચ ગણાતી પરીક્ષા યુપીએસસી પ્રથમ પ્રયત્ને પાસ કરનાર નાસિકના યુવા તેજસ્વી તારલા એવા સ્વપ્નિલ પવાર,તથા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેનાર રાજપીપળાના વરિષ્ઠ પત્રકાર, શિક્ષક, કટાર લેખક અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા દીપક જગતાપ અને ગુજરાતી અખબાર વોઇસ ઓફ નર્મદા શરૂ કરનાર સમાજના પ્રથમ મહિલા તંત્રી શ્રીમતી જ્યોતિ જગતાપ ઉપસ્થિત રહ્યા હતા.એ ઉપરાંત સમાજના પ્રમુખ શ ચંદ્રકાંત માંડગે, જિલ્લા યુવા પ્રમુખ કમલેશ આહિરે, વડોદરા સમાજના યુવા પ્રમુખ કપિલ જગતાપ, રાહુલ પવાર અને સતીશ જગતાપ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંત શિરોમણી નામદેવ મહારાજ ના આશીર્વાદ અને યુવા ટીમના અથાક પ્રયત્નોથી વડોદરા શીમ્પી સમાજનું 2022ના વર્ષનું કેલેન્ડર નું વિમોચન ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજના મૃતકોના અવસાન બદલ ખેદ વ્યક્ત કરી પ્રમુખ ચંદ્રકાંત માંડગે દ્વારા બે મિનિટનું મૌન પળાવી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ કાર્યક્રમમા સમાજના પ્રમુખ ચંદ્રકાંત માંડગેએ કેલેન્ડરના પ્રકાશન અને આ પ્રોજેક્ટને સફળ બનાવનાર તેના માટે યુવા ટીમને બિરદાવી હતી.અને પ્રકાશન કરનાર સમાજના પ્રદીપ જગતાપનો પણ આભાર પ્રગટ કરી તેમનું પણ સન્માન કરાયું હતું.આ પ્રસંગે યુવા પ્રમુખ કપિલ જગતાપ, કમલેશ આહિરે અને રાહુલ પવારે આ કેલેન્ડરની સફળતા વિશે માર્ગદર્શન માહિતી આપી હતી.આ પ્રસંગે સમાજની પ્રગતિ થાય તે માટે મંચસ્થ મહાનુભવો દ્વારા સમાજ ઉપયોગી પ્રતિભાવો, સૂચનો કરી નવીન વિચારોનું મનોમંથન કરવામાં આવ્યું હતું.

જેમાં યુવા ટીમ દ્વારા સમાજના યુવાનો માટે ઉચ્ચ અભ્યાસ, કારકિર્દી, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનારની શ્રેણી શરૂ કરવામાં આવશેતેમ ગૌતમમાંડગે એ જાહેરાત કરી હતી.

જેનાં ભાગ રૂપે પ્રમુખ, ભારતની સર્વોચ્ચ યુપીએસસીની પરીક્ષાપ્રથમ પ્રયત્ને પાસ કરનાર નાસિકના સ્વપ્નિલ પવાર, જેઓ હાલમાં રેલવે કોલેજ, બરોડામાંથી તાલીમ લઈ રહ્યા છેતેમણે upsc ની અઘરી પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.આ ક્ષેત્રમાં પ્રવેશવા માંગતા યુવાનોને માર્ગદર્શનઅને સહકાર આપવાની ખાત્રી પણ આપી હતી.આ પ્રસંગે નાની વયે પ્રથમ પ્રયત્ને upsc ની પાસ કરી સમાજનું ગૌરવ વધારવા બદલ તેમનું સન્માન કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતી અખબાર “વોઇસ ઓફ નર્મદા “શરૂ કરનાર સમાજના પ્રથમ મહિલા તંત્રી અને જન કલ્યાણ ટ્રસ્ટ રાજપીપલા ના પ્રમુખ શ્રીમતી જ્યોતિ જગતાપે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કેજે રીતે માતા પિતા પોતાના છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી તેવી રીતે દરેક માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂ વચ્ચે પણ કોઈ ભેદભાવ રાખવો ન જોઈએ અને તેમની આંકાક્ષાઓ પરિપૂર્ણ કરી સપોર્ટ કરવા પર ભાર મુકી સમાજમા નવીન વિચારોને અપનાવવા અનુરોધ કર્યો હતો.

જ્યારે વરિષ્ઠ પત્રકાર અને લેખક દીપક જગતાપે જણાવ્યું હતું કે શીમ્પી સમાજ પ્રગતિ કરી રહ્યો છે. તે માટેતેમણે શિક્ષણ ઉપર વિશેષ ભાર મુક્યો હતો. ઉપરાંતકેલેન્ડર અને સમાજની પ્રગતિ માટે, ફંડ માટે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેલેન્ડર એ આપણા સમાજની પ્રગતિ અને એકતાનું પ્રતિબિંબ છે. તેના માધ્યમથી સમાજની ઉપયોગી માહિતી સમાજના અને અન્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. તેમણે સમાજ ઉપયોગી નવીન પ્રોજેક્ટના આયોજન કરવા અમૂલ્ય સૂચનો પણ કર્યા હતા

આ પ્રસંગે સમાજની પ્રથમ ડેન્ટિસ્ટ બનનાર ડો. વૃશાલી જગતાપને સમાજનું ગૌરવ વધારનાર વૃશાલી જગતાપની અનુપસ્થતિમા ઉપસ્થિત રહેનાર તેમના પિતા સતીશ જગતાપનું સન્માન કરી તેને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે સન્માનના પ્રતત્યુત્તર મા તેના પિતા સતીશ જગતાપે તેમના પ્રાસંગિક પ્રવચનમા મહિલા શિક્ષણ ઉપર ખાસ ભાર મુકતા જણાવ્યું હતું કે ભારપૂર્વક જણાવ્યું હતું કે છોકરીઓએ છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવ વિના આ ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન ગૌતમ માંડગે તથા શ્રદ્ધા ગવાંદેએ કર્યું હતું.અંતમા સમૂહમા સૌએ નામદેવ મહારાજની આરતીમા ભાગ લીધો હતો

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

error: