Satya Tv News

વર્ષ ૨૦૨૧ ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈ
પ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697
ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજરે આપી જાણકારી

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી ભરૂચમાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવા નું ઉત્તમ કાર્ય કરી રહી છે કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે તો હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે

વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈ હતી જેમાં પ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697 ઈમરજન્સી ,કોરોના ની 1470 ઇમર્જન્સી ,શ્વાસ લેવામાં તકલીફ પડવી 1067 ઈમરજન્સી,પેટમાં દુખાવાની 1493 ઈમરજન્સી,ઝેરી દવા પીવાની 673 ઈમરજન્સી તેમજ હૃદય રોગને લગતી 418 ઇમર્જન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સીને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવા ની આ મોહીમ માં મહત્વનો ફાળો આપ્યો હતો આ બાબતની જાણકારી ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપેલ હતી

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: