Satya Tv News

રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

વિવિધ સંગઠનો દ્વારા સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેલ ભરૂચના ધનજીભાઈ પરમાર ની પણ કરવામાં આવી મુલાકાત

ગુજરાતના સેલવાસમાં શરૂ થઈ રહી છે આ મિલેટ્રી એકેડમી

ત્રણ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી પરિવારના બાળકો મેળવશે મફત મિલેટ્રી પ્રશિક્ષણ

ભરૂચ ડીઆઈએ હોલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી એકેડમી ના વિષય એક ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશ પતંગે-VB પ્રાંત સંગઠન મંત્રી, વિજય સુરતિયા-વિભાગ અધ્યક્ષ વિદ્યા ભારતી, બળદેવભાઈ પ્રજાપતિ-સંઘ સંચાલક વડોદરા વિભાગ, ધનજીભાઈ પરમાર – સામાજિક અગ્રણી, મારુતિસિંહ અટોદરિયા- જીલ્લા અધ્યક્ષ ભાજપ તેમજ નીરવભાઈ પટેલ – સહકાર્યવાહ- વડોદરા વિભાગના મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે ધનજીભાઇ પરમાર ના સહયોગ થી દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોમાં મુખ્યત્વે દહેજ ઔદ્યોગિક વાસહતના પ્રેસિડેન્ટ મગનભાઈ હનીયા, સક્રેટરી સુનિભાઈ ભટ્ટ તેમજ જે.જે.રાજપૂત, બળદેવભાઈ આહીર, સહ ખજાનચી તેમજ અન્ય ઉદ્યોકારો આ બાબતે સહાય આપવા તૈયાર થયા હતા. દીપકભાઈ પટેલ, ખજાનચી, લઘુ ઉધોગ ભારતી-દહેજ દ્વારા ડીઆઈએની મિટિંગમાં તમામ ઉદ્યોગપતિને આમંત્રિત કરી અને આ પ્રોજેકટમાં સમર્થન આપવામાં આવ્યું હતું.

થોડા દિવસ અગાઉ આ ભગીરથ કાર્ય માટે ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનકભાઈ બગદાણાવાલા અને ભરૂચના સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર વચ્ચે દેશના આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈક કરવા માટે ગહન ચર્ચા બાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમિના લાભાર્થે વિદ્યાભારતી (RSS) ના પ્રાંત પ્રચારક મહેશજી પતંગે અને એકેડમી ના અધ્યક્ષ હાલાની સાહેબે ભરૂચના નવેઠા મુકામે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે પ્રોજેકટના વિવિધ વિષયો પર નીરવભાઈ પટેલ, વિજયસિંહ સુરતિયા અને સંજયસિંહ ચાવડાએ ધનજીભાઈ પરમાર સાથે વિચાર વિમર્શ કરી અને વહેલી તકે આદિવાસી વિસ્તારના બાળકો અન્ય બાળકોની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી કેળવણીનો લાભ મળે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી માં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યના આદિવાસી વિસ્તારના બાળકોને મફત ભણતર મળે અને રાષ્ટ્રભાવના સાથે દેશની રક્ષા કરે તેવા શુભ આશયથી આ એકેડમી શરૂ કરવામાં આવશે.

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: