Satya Tv News

ભરૂચ જિલ્લામાં દારુ જુગારની બદી બાબતે કડક અમલ કરાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માહિતિ મળી હતીકે નવાઅવિધા ખડોલી ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં બેસીને મોબાઇલની ટોર્ચના અજવાળામાં કેટલાક ઇસમો જુગાર રમે છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિક્રમભાઇ દિલિપભાઇ વસાવા, મુકેશભાઇ રમેશભાઈ વસાવા, અનિલભાઇ રમણભાઇ વસાવા, સહદેવભાઇ શનાભાઇ વસાવા, અભયભાઇ મહેશભાઇ વસાવા અને રાકેશભાઇ દિનેશભાઇ વસાવા તમામ રહે.નવાઅવિધા ખડોલી તા.ઝઘડીયાનાને રોકડા રુપિયા તેમજ મોબાઇલ નંગ ૪ મળી કુલ રુ.૧૯૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કોવિડ ગાઇડલાઇન્સનો ભંગ કરીને સામાજિક અંતર રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા પકડાઇ ગયેલ હોઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવા વર્ષની શરુઆતે પોલીસે જુગારીયા પ્રત્યે લાલઆંખ કરતા પંથકમાં દારુ જુગારની બદી સાથે સંકળાયેલા અસામાજિકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડીયા

error: