Satya Tv News

સુરત :તેની માતા લગ્ન માટે દબાણ કરે છે’-કહી કિશોરીએ કર્યો આપઘાત
કિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.
યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હતા
બાઈક પર યુવક આંટા મારી હેરાન કરતો

સુરતમાં સતત વિદ્યાર્થિનીઓના આપઘાતની ચોંનાવાનારી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ધો.10ની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી રહી છે શું છે પુરી વિગત જુઓ

મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. કહી ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ કહ્યું, મને ખબર પડ્યા બાદ માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા જ કહ્યું હતું. મધુ ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે સવારે પણ લગ્ન માટે દબાણ કરતો યુવક મારા ઘર બહાર બાઇક પર આંટા ફેરા મારી બાઈકનો હોર્ન વગાડતો દેખાયો હતો.

અજય પાંડે પિતાએ કહ્યું હતું કે, ચાર સંતાનો પૈકી બે દીકરા અને બે દીકરીઓમાં મધુ ઉ.વ. 15 સૌથી મોટી દીકરી હતી. ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મધુનું મોત નીપજ્યું હતું.મધુ મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્નીએ આ વાત મને કહેતા મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવા જ પ્રેમથી સમજાવી હતી.

રવિવારની સવારે 8 વાગે ટ્યુશન ગયેલી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો દેખાયો હતો. બસ પોલીસ અમને ન્યાય અપાવે એવી જ અમારી વિનંતી છે.

જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: