Satya Tv News

GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે.

રાજ્યમાં ઉતરાયણ પર્વને લઈનેદર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓધારદાર પતંગના દોરામાં ફસાઈ જતાહોય છે. અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાહોવાના કિસ્સાઓ નોંધાયા છે. જેનેલઈને રાજ્ય સરકાર દ્વારા આ અબોલા પક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણાઅભિયાન શરૂ કરાય છે. ત્યારે આ વર્ષેપણ શહેર અને જિલ્લામાં તા.૧૦જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન શરૂકરાશે. રાજપીપલા સહીત નર્મદાજિલ્લામાં ઉતરાયણ પર્વમાંનિઃશુલ્ક સારવાર માટે ૭ એબ્યુલન્સ તૈનાત રહશે. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા એબ્યુલન્સ અને પશુ ચિકિત્સકોની ટીમ સજ્જ

જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં ઉત્તરાયણ પર્વને લઈને દર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ ધારદાર પતંગના દોરામાં ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. જેને લઈને રાજય સરકાર દ્રારા આ અબોલા પક્ષીઓના જીવ બચાવવા માટે કરુણા અભિયાન શરૂ કરાય છે. ત્યારે આ વર્ષે પણ રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાશે. શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અનેફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ફરતા દવાખાનાની ટીમઘાયલ પક્ષીઓને સારવાર આપશે. ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સકસહિત સાત એબ્યુલન્સ વાન ખડે પગે તૈનાત રહેશે.દર વર્ષની જેમ આ વખતે પણ તા.૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકશાન ન થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજય પશુ પાલન વિભાગ અનેગુજરાત વન વિભાગ દ્વારા રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએબર્ડ કેમ્પ રખાયા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એબ્યુલન્સ સાથે કરુણાએબ્યુલન્સ મળીને કુલ સાત એબ્યુલન્સ આ સેવામાં જોડાશે. આ એબ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોકટરની ટીમ પણ હાજર રહેશે. જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને લઈને કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાંત વેટરનરી ડૉકટર દ્રારા સારવાર કરી અપાશે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવારમાટે ૧૯૬૨ ઉપર સંપર્ક સાધીશકાશે.

જર્નાસ્લીટ જ્યોતિ જગતાપ સત્યા ટીવી , રાજપીપલા

error: