Satya Tv News

અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવ
રોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવ
વર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યા
દુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકો
આગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલ
નિરાકરણ નહીં આવે તો દૂષિત પાણી સાથે રજૂઆતની ચીમકી

અંકલેશ્વર શહેરના તમામ વિસ્તારનું દૂષિત પાણી વોર્ડ નંબર-7માં આવેલ રોશન પાર્ક-2માં નજીક ખુલ્લામાં ઠલવાતા હેરાન પરેશાન થઈ ઉઠેલા સ્થાનિકોએ આગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પાલિકા ખાતે દૂષિત પાણી સાથે રજુઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-7માં આવેલ રોશન પાર્ક-2 પાસે શહેરની તમામ ગટરના દૂષિત પાણીનું નિકાલ કરવામાં આવે છે વર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાથી દુર્ગંધ મારતા પાણી વચ્ચે સ્થાનિકો નર્ક ભર્યા વાતાવરણમાં રહેવા મજબૂર છે આ અંગે પાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તારને અલાયદું મૂક્યું હૉય તેવો વ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વર્ષોથી આ સ્થળે શહેરનું તમામ દૂષિત પાણી જાય છે અને સાફ-સફાઈના ફક્તને ફકત બણગાં ફૂકવામાં આવતા હોવાના આક્ષેપ કરાય છે ત્યારે નગર પાલિકા દ્વારા આ ખુલ્લી ડ્રેનેજ લાઇનના પ્રશ્નનું આઠ દિવસમાં નિરાકરણ નહીં આવે તો દૂષિત પાણી સાથે નગર પાલિકા ખાતે રજૂઆત કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.

જર્નાસ્લીટ ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: