શાળાનાં મુખ્ય શિક્ષક શ્રી કાલીદાસ ઝવેરભાઈ રોહિત દ્વારા કરુણાનિધિ અભિયાન અંતર્ગત લોકોને ભેગા કરી સમજણ આપવામાં આવી;
ભરૂચ: સરકારશ્રી ના પરિપત્ર મુજબ ઉતરાણ ની અગાઉ વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા વાગલખોડ ના મુખ્ય શિક્ષક શ્રી કાલીદાસ ઝવેરભાઈ રોહિત દ્વારા વાગલખોડ ગામમાં કરુણાનિધિ અભિયાન અંતર્ગત ગામના ફળિયામાં જઈને લોકોને ભેગા કરી કાલિદાસ રોહિતે સમજણ આપી હતી, કે ઉતરાયણના (પતંગ) પર્વ નિમિત્તે પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થઈ પ્રાણ ગુમાવે છે, પક્ષીએ આપણું પર્યાવરણ નું જતન કરે છે પક્ષીએ પર્યાવરણ અમુલ્ય હિસ્સો છે, પક્ષીને સાચવવું એ આપણી માનવતા છે, જેથી કરીને પક્ષીના ઉડવાનો સમય સવારે બે કલાક અને સાંજે બે કલાક પતંગ નહીં ચગાવવાનો અનુરોધ કર્યો હતો, તેમજ વધુ કાચવાળી ધારદાર દોરી નહિ વાપરવા અનુરોધ કર્યો હતો, તેમજ દોરીથી બાઈક ચાલકો પણ ઘાયલ થાય છે અને ગળું કપાતા પ્રાણ ગુમાવે છે, તો આપણું ઉત્તરાયણ પર્વ સલામતી પૂર્વક અને સાવચેતી પૂર્વક ઉજવવા સર્વ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રા.શાનાં મુખ્ય શિક્ષક શ્રી કાલીદાસ ઝવેરભાઈ રોહિત સાથે આ અભિયાનમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા ઉતરાણ પૂરી થયા બાદ તાર પર લટકતા દોરા અને પતંગો મોટા વ્યક્તિઓએ સાવચેતી પૂર્વક ઉતારી લેવા સમજાવ્યા હતા તેમ છતાં જો કોઈ પક્ષી ઘાયલ થાય તો કાલિદાસ રોહિત નો સંપર્ક કરવો જેથી તરત જ આ પક્ષી ને દવાખાને લઈ જવાય આમ સરકારશ્રીનો અભિયાન પ્રાથમિક શાળા વાગલખોડ દ્વારા સુંદર રીતે આયોજનપૂર્વક લોકોને માહિતગાર કરાયા હતા.
જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી