Satya Tv News

દાનપુણ્યના મહાપર્વ મકરસક્રાંતિ નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રેડક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજી મકરસંક્રાતિ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

14 મી જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ..મકરસંક્રાતિના દિવસે કરવામાં આવેલ દાન સો ગણુ વધીને દાન કરવાવાળા પાસે પાછુ આવે છે.એટલા માટે જ ભગવાન સૂર્યને અર્ગ આપ્યા બાદ દાન કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય ઉત્તરાયણના શુભદિને રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા રેડક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં AHP ના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.અને દાનના મહત્વને સાર્થક કર્યું હતું.

યોજયેલ રક્તદાન શિબિરમાં AHP ના પ્રદેશ અધ્યક્ષ સેજલ દેસાઈ, રાષ્ટ્રીય બજરંગદળ ના જસવંત સિંહ ગોહિલ, જીગર પટેલ, સહિત સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી રક્તદાન કરી મહાદાન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: