Satya Tv News

•ભરૂચના ક્રિકેટ યંગસ્ટર્સને આગળ ધપાવવાનો બી.ડી.સી.એ દ્વારા કરાયો પ્રયત્ન


…ભરૂચ ક્રિકેટના ઇતીહાસમાં પહેલી વખત ભરૂચ જિલ્લા ક્રિકેટ અસોશિયશનના પ્રમુખ, ગુજરાત સરકારમા નાયબ મૃખ્ય દંડક, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચનુ ગૌરવ અને આંતરાષ્ટ્રીય ખેલાડી મુનાફ પટેલની ઉપસ્થિતિમાં ફક્ત ભરૂચના ખેલાડીઓ માટે ઇન્ડીયન પ્રિમીયર લીંગ (આઇ.પી.એલ.) ના થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગનું આયોજન થવા જઇ રહેલ છે.

જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિયેશન દ્વારા ભરૂચ જિલ્લાના જ ક્રિકેટમાં પારંગત એવા યંગસ્ટર્સને ક્રિકેટમાં રાજય અને વિશ્વના ફલક ઉપર રમવાનો મોકો મળે અને જિલ્લાનું નામ ગૌરંવિત થાય તે હેતુસર આઇપીએલ થીમ ઉપર ભરૂચ પ્રિમિયર લીગનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો.

આ લીગ માટે ૮ જેટલી ફ્રેંચાઇસીને આમંત્રીત કરી ભરૂચ લોડ્સ રંગઇન હોટલ ખાતે આઇકોન ખેલાડીઓ માટે એક ડ્રો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફુલ ૮ ફેન્ચાઇઝોને ઇન્વીટેશનથી એન્ટ્રી આપવામા આવી છે અને આ ટીમમા રમવા માટે ઓનલાઇન લીંક ઉપર જીલ્લાના ફુલ ૧૨૦૦ જેટલા ખેલાડીઓ પૈકી અન્ડર ૧૯ ના ફુલ ૧૯૦ – અન્ડર-૨૩ ના ફુલ ર૮૮ અને સીનીયર કેટેગરીના ૬૦૦ જેટલા ખીલાડીઓ દ્વારા રજીસ્‍ટ્રેશન કરાવાયું હતું. સાથે દરેક ફેન્ચાઇઝને ટીમ બનાવા માટે પુરતી તક મળેએ હેતુસર લીગના આઇકોન ખેલાડી તથા બાકીના ૧૪ ખેલાડી ડ્રો સીસ્ટમથી લેવામા આવ્યા હતા.

ઉપરોક્ત લીગના ઇવેન્ટ ચેરમેન ભરૂચ જીલ્લા ક્રિકેટ એશોસીયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર તથા સહ માનદમંત્રી વીપુલ ઠકકર કો-ઇંવેન્ટ ચેરમેન છે. જેઓ આ લીગને સફળ બનાવવા ખુબ જેહમત ઉઠાવી રહયા છે.

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: