Satya Tv News

ભરૂચના રાજકીય આગેવાન LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા વાયરલ થયેલા વિડીયો એ જિલ્લામાં ચકચાર મચાવી હતી જયારે LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6 આરોપી સામે પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે.

ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન, મુસ્લિમ સમાજના આગળ પડતા અને ગુજરાત પ્રદેશ LJP ના ઉપપ્રમુખ તેમજ જિલ્લાના પ્રમુખ અબ્દુલ કામઠીના લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા વાયરલ થયેલા વિડીયો એ જિલ્લામાં ચકચાર મચાવી હતી. તેઓનો લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર ડાન્સરો સાથે ડાન્સ કરતો વિડીયો સામે આવતા જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે અબ્દુલ કામઠીના ભાણીયાની 9 ડિસેમ્બરે શાદી હતી. જેમાં 8 ડિસેમ્બરે વડોદરાથી મ્યુઝિકલ પાર્ટી શનિવારે રાતે આયોજિત કરાઈ હતી. જેમાં ડાન્સરો સાથે લોકોએ મનમૂકીને ડાન્સ કર્યો હતો અને નોટો પણ ઉડાવી હતી.આ વીડિયો વાયરલ થયા બાદ પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. કોવિડ 19 મહામારી વચ્ચે લગ્નમાં 150 લોકો ને જ મંજૂરીનો પણ ભંગ કરાયો હતો.

લગ્નની મ્યુઝિકલ પાર્ટીમાં 500 થી વધુ લોકોને ભેગા કરવા બદલ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ, સેનિટાઈઝરની વ્યવસ્થા નહીં કરવા પાલેજ પોલીસ મથકે દુલ્હા ઊવેશના પિતા બિલાલ લાલન, મામા અબ્દુલ કામઠી, સરફરાઝ મોહમદવલી ચાંદીયા, સરફરાઝ ઇસ્માઇલ મઠિયા, નઈમ મજીદ લખા અને મુબારક ઇસ્માઇલ દશુ સામે ફરિયાદ નોંધી છે.

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: