Satya Tv News

દહેજ GIDCની મેસર્સ રાસોહમ કેમિકલ્સ કંપનીમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરીની સુરત શાખાના અધિકારીઓએ દરોડો પાડયો હતો. જેમાં કંપનીમાં લાયસન્સ વિના જ બોરીક એસિડ બનાવતા ઝડપાઇ જવા પામ્યા હતા.

દહેજ GIDCમાં BISના દરોડાને પગલે ચકચાર મચી હતી .જેમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓએ માન્ય લાઈસન્સ વિના જ બોરીક એસિડ બનાવી રહેલી દહેજ સ્થિત કંપની મેસર્સ રાસોહમ કેમિકલ્સ પર દરોડો પાડીને લાઈસન્સ વિના બનાવવામાં આવેલા બોરીક એસિડનો 7500 કિલો જથ્થા જપ્ત કર્યો છે.ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્ર્યાલયે 17 મી મે 2019 ના એક આદેશ બહાર પાડીને બોરીક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવી દીધો છે. તેથી કોઈપણ વ્યક્તિ આઈએસઆઈ માર્કા વિના બોરીક એસિડનું ઉત્પાદન કે વેચાણ કરી શકે જ નહિ.

આ જોગવાઈનો આર્ટિકલ 17 ના ભંગ બદલ કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ISIના માર્કા વિનાનો બોરીક એસિડ બનાવવો અને વેચનારને બે વર્ષની જેલની સજા અને ₹ 2 લાખનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરીની સુરત શાખાના અધિકારીઓએ આ દરોડો પાડયો હતો. જેમાં દહેજની મેસર્સ રસોહમ કેમિકલ્સ લાયસન્સ વિના જ બોરીક એસિડ બનાવતા ઝડપાઇ છે.

વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી દહેજ

error: